કે વીરડો રણ રસ્તામાં આવ્યો કે વીરડો અમર છે રે,
કે વીરડો સૌ સંતોને ભાવ્યો કે વીરડો અમર છે રે…
એ વીરડાના પાણીને પીતા ચેતન અદકા થાય,
દૃષ્ટિ વધે ને દૈવત વધે એથી લાંબા પંથ કપાય,
કે વીરડો સ્ત્રોવર સપના લાવ્યો કે વીરડો અમર છે રે…
એ વીરડાના તાગ લેનારા ડૂબી ગયા જળ માંય,
બે બૂંદ એના નીર મહી સારી દુનિયા ડૂબી જાય,
કે વીરડો આદ્યપુરુષે ગાયો કે વીરડો અમર છે રે…
એ વીરડાને સુકવી દેવા દૂરી તો મથતા કાંય,
જેમ બને તેમ અદકી જળકે એની ઝણ ઝણ ઝાંય,
કે વીરડો સદગુરુએ દર્શાવ્યો કે વીરડો અમર છે રે…

“
| — | ‘સરોદ’ |